શ્રી દત્તાત્રેય પ્રાગટય રહસ્ય
વિવિધ પુરાણોમાં “દત્ત પ્રાગટ્ય રહસ્ય”ની સુંદર કથા છે.પૃથ્વીલોક (મૃત્યુલોક)ની “માતૃ શક્તિનો મહિમા” વધારવા માટે દેવર્ષિ નારદ બ્રહ્મલોકમાં બ્રહ્માણી પાસે જઈ વંદન કરી “માતા અનસૂયાના સતીત્વ”નો મહિમા રજુ કરતા બોલ્યા કે , “પૃથ્વીલોકમાં મહાસતી અનસૂયા માતાની શિષ્યા શાંડિલીના પતિ કૌશિકને માંડવ્ય ઋષિએ શ્રાપ આપેલ કે – સૂર્યોદય થતાં તેનું મરણ થશે પણ સતી શાંડિલીએ સૂર્યને સતત સાત દિવસ સુધી ઊગવા ન દીધો. છેવટે દેવોની વિનંતિને લીધે અનસૂયા માતાએ શિષ્યા શાંડિલીને ‘સૂર્ય મુક્ત’નો આદેશ કર્યો તેથી સૂર્યદેવની ગતિ થઈ. કૌશિકનું મૃત્યુ થયું તેથી અનસૂયા માતાએ તેને જીવિત કર્યો – નવું જીવન પ્રદાન કર્યું. આમ,......